મિત્રો ઉનાળો બેસી ગયો છે અને હવે અથાણાની કેરીઓ પણ બજારમાં આવવા લાગી છે. અને આખા વર્ષના અથાણા બનાવીને ભરી લેવાની સીઝન આવી ગઈ છે. હવે બજારમાં જાત જાતની કંપનીઓના જાત જાતના અથાણાઓ બારેમાસ બજારમાં કે પછી સુપર માર્કેટમાં ઉપલબ્ધ છે. પણ તે અથાણા ખાતી વખતે જાણે આપણે કંઈક નકલી ખાતા હોઈએ તેવી ફિલિંગ આવતી હોય છે. એમ પણ આ અથાણાને લાંબો સમય સારા રહે તે માટે આર્ટિફિશિયલ પ્રિઝર્વેટીવ નાખવામાં આવે છે જે શરીરને નુકસાનકારક હોય છે. અને તે અથાણા મોટે ભાગે તેની બરણીમાં વણવપરાયેલા જ પડ્યા રહે છે અને છેવટે એક્સપાઇરી ડેટ આવે ત્યારે આપણે તેને ગટર ભેગા કરી દેતા હોઈએ છીએ.
અથાણાં વગર ગુજરાતી ભોજન અધૂરું છે, અથાણું ન હોય તો કંઈ ખાધું જ નથી તેમ લાગે. અથાણા એ ઘણી વાર શાકની ગરજ સારે છે. અથાણાને આપણે નાશ્તાના ટાઈમે અથવા તો ક્યારેક રસોઈ બનાવવાનો સમય ન મળ્યો હોય ત્યારે શાકની અવેજમાં ભાખરી, ઢેબરા, પૂરી, ખીચડી, વડા, મૂઠીયા સાથે ચટાકા લઈ લઈને ખાતા હોઈએ છે અને તે આપણી જીભ તેમજ પેટને પણ સંતોષ આપે છે.
આજે આપણે બનાવીશું ગોળ અને કેરી નું ગળ્યું અથાણું, જેને તમે બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આમ તો આ અથાણું ઘણી બધી અલગ અલગ રીતે બનતું હોય છે જેમાંથી એક રીત હું તમને આજે બતાવીશ. આનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. તો ચાલો અને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ.
ગોળ કેરી નું અથાણું બનાવવા માટેની સામગ્રી :
- ૧ કિલો રાજાપુરી કેરી
- ૯૦૦ – ૧ કિલો ગોળ
- ૩૦ ગ્રામ રાઈ ના કુરિયા
- ૨૦ – ૨૫ ગ્રામ મેથી ના કુરિયા
- ૭૦ ગ્રામ ધાણા ના કુરિયા
- ૨ ચમચી કાશ્મીરી મરચું
- ૨ ચમચી રેગ્યુલર મરચું
- ૧/૨ ચમચી મીઠું
- ૨ મોટી ચમચી તેલ
- ૧/૨ ચમચી હળદર
- હિંગ , કાળા મરી
- ૨ સૂકા લાલ મરચા
ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત રીત :
- કેરી ને છોલી તેના ટૂકડા કરી એમાં ૧ ચમચી મીઠું અને ૧/૨ ચમચી હળદર નાખી મિક્ષ કરી ઢાંકી ને આખી રાત રહેવા દો
- બીજા દિવસે કેરી ના ટૂકડા ને આ રીતે કોટન ના કપડા પર ૩ -૪ કલાક સુકાવા માટે રહેવા દો ( પંખા નીચે કે તાપ માં ના સૂકવવા
- ૧ સ્ટીલ ના વાસણ માં બહાર રાઈ ના કુરિયા એની અંદર મેથી ના કુરિયા , હળદર , હિંગ , મરી અને સૂકા લાલ મરચા ઉમેરો અને વચ્ચે એની ઉપર નવશેકું ગરમ તેલ ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો
- હવે આ વઘાર એકદમ ઠંડો થઇ જાય એટલે એમાં બંને મરચા ઉમેરી મિક્ષ કરી લો
- હળદર મીઠા વાળા કેરી ના ટૂકડા મસાલા માં મિક્ષ કરી લો
- જરૂર મુજબ થોડું મીઠું ઉમેરો
- ગોળ નો ભૂકો કરી કે સમારી ને આમાં ઉમેરો
- હવે એને ઢાંકી ને ૪-૫ દિવસ માટે કે ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યાં સુધી રહેવા દેવું અને રોજ એને ૧ વાર હલાવી લેવું
- ધીરે ધીરે ગોળ ઓગળી આ રીતે મિક્ષ થતો જશે
- ૪-૫ દિવસ પછી આ ગોળ કેરી નું અથાણું બની ને તૈયાર થઇ જશે
મહત્વપૂર્ણ લિંક
વિડિયો દ્વારા સમજૂતી માથે :- અહી ક્લિક કરો
વધુ માહિતી માટે :-અહી ક્લિક કરો.
કેરી રાજાપુરી જ લેવી જે એકદમ કાચી અને અંદર થી એકદમ સફેદ હોવી જરુરી છે.જો ન મળે તો લાડવા કેરી લો તો ગોળ નુ પ્રમાણ વધારે લેવુ. ગોળ પણ બરફી કે કોલ્હાપુરી જ લેવો. દેશી ગોળ ઢીલો હોય છે જેના કારણે એ ઓગળી તો જલ્દી જશે પણ થોડા મહિનામા જ પાણી થઈ જશે. જેનાથી અથાણુ બગડવાની શક્યતા રહે છે. અથાણુ ભરતી વખતે બરણી એકદમ કોરી હોવી જોઈએ.જો જરા પણ ભેજ કે ભીનાશ હશે તો અથાણુ બગડી જશે.
Tags:
ગોળ કેરીનું અથાણું